કંગના રનૌતે લખ્યું કે લોહીની ભૂખી મમતા બેનર્જી પોતાના પાવર પર મને મૌન કરી દેવા માંગે છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેન્દ્ર સરકારને પણ ખરીખોટી સંભળાવી છે.
તેણે લખ્યું કે, કેન્દ્ર સરકાર હિન્દુઓના કત્લો પર કોઇ એક્શન કેમ નથી લઇ રહીય તેમાંથઈ લાખો લોકો બંગાળથી ભાગી રહ્યાં છે.
પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે કંગનાને ટ્વિટર પરથી હંમેશા માટે સસપેન્ડ કરી દેવામાં આવી
સોશ્યલ મિડીયા પર કંગના રનૌતની તુલના બોલીવૂડ એક્ટ્રેસ આલિયા અને પ્રિયંકા સાથે કરવા પર કંગના ભડકી ગઇ હતી. એક યુઝરે તો કંગનાને ટ્વિટ કરતા લખ્યું કે, મેં હજુ સુધી એક ટ્વિટ નથી જોયુ જેમાં તમે કોઇની મદદ કરી હોય તેવી જાણકારી હોય જેવી રીતે આલિયા ભટ્ટ કે પ્રિયંકા ચોપરા કરી રહી છે
કંગના પોતાના નિવેદનોને લઇને ઘણીવાર ટ્રોલ પણ થઇ ચૂકી છે પરંતુ તેને કોઇ ફરક પડતો નથી પોતાના પોસ્ટથી તે ઘણી વાર આ વાત કરી ચૂકી છે.
કંગનાનુ કહેવુ છે કે ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને અમેરિકામાં ખોટો રિપોર્ટ બતાવવામાં આવી રહ્યો છે. કંગનાએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, અમેરિકામાં કોરોનાના નામ પર ભારતની ખોટી તસવીરો ફેલાવવામાં આવી રહી છે. જેનાથી દેશમાં મહામારીને લઇને ગભરામણ અને આતંક વધી રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.