કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદા સામે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી અને આસપાસની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે આ આંદોલનનો 100મો દિવસ છે.
સરકાર સાથે વાતચીતની કોઈ સંભાવના નથી દેખાઈ રહી, માટે તૈયારી લાંબી છે. ટીકૈતે કહ્યું કે સરકાર તો ક્યાંક ખોવાઈ ગઈ છે, અમે તો સંસદમાં જઈને પાક વેચીશું.
નોંધનીય છે કે આંદોલનને 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ 100 દિવસમાં આંદોલનમાં ઘણા બધા ફેરફાર જોવા મળ્યા, કેટલાય સ્ટારની વાતચીત પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કરવામાં આવી. જોકે હવે ખેડૂતોએ આંદોલનને દેશભરમાં ફેલાઈ દેવાની કવાયત હાથ ધરી છે. ખાસ કરીને દિલ્હીની આસપાસ જે રાજ્યો આવેલા છે ત્યાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, હવે તો રાજકીય પાર્ટીઓ અને ખેડૂતો ખૂલીને મેદાનમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા મહાપંચાયત કરવામાં આવી જેમાં ખેડૂતો નેતા ગુરુનામ સિંહ સામેલ થાય હતા. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભૂરિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુરુનામ સિંહે કહ્યું કે નવા કૃષિ કાયદાથી વિદેશી પાક ભારતમાં આવી જશે અને અહિયાં તેમને વેચવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે સરકાર કૃષિ કાયદામાં સુધારા કરીને ખેડૂતોને આગળ લાવવા માંગે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.