દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતાં કેન્દ્ર સરકારએ મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ, પંજાબ , જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ જેવા રાજ્યોને કોવિડ-19 વેક્સીનેશન માં ઝડપ લાવવા માટે કહ્યું છે.
મંત્રાલયે કહ્યું કે, કેટલાક જિલ્લાઓમાં કોરોનાનો સંક્રમણ દર વધવાના કારણે ફ્રન્ટલાઇ ન વર્કરોમાં ઇમ્યુનિટી વધારવા માટે તેમને વહેલી તકે કોરોના વેક્સીન આપવામાં આવવી જોઈએ. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોને કોવિડ-19ની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
અગ્નાનીને જણાવ્યું કે, પંજાબમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ત્રણ જિલ્લા એસબીએસ નગર, કપૂરથલા અને શ્રી મુક્તસર સાબિહમાં કોવિડ-19ના કેસ વધ્યા છે. આવી જ રીતે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં અને છત્તીસગઢના રાજનંદગાંવમાં પણ કોરોનાના મામલા વધ્યા છે.
પાંચ રાજ્યોને કેન્દ્ર દ્વારા જાહેર પાઠવવામાં આવેલા પત્રમાં સલાહ આપવામાં આવી છે કે પ્રભાવિત રાજ્યોમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને વહેલામાં વહેલી તકે કોવિડ-19ની વેક્સીન આપવામાં આવે જેથી તેમને ઇમ્યુનિટી વધે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.