કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે વિશેષ જાહેરાત, નાઈટ ડ્યુટી માટે ખાસ એલાઉન્સ અપાશે

આ સાથે કેન્દ્ર સરકારે દરેક કર્મચારીઓને માટે અત્યારની વ્યવસ્થાના આધારે વિશેષ ગ્રેડ પેના આધારે નાઈટ ડ્યૂટી એલાઉન્સ બંધ કર્યું છે. સાતમા વેતન આયોગની માંગણીને ધ્યાનમાં રાખીને તેને લાગુ કરતાં પહેલાં ગ્રેડ પેના આધારે કેન્દ્રીય કર્મચારીઓને નાઈટ એલાઉન્સ આપવામાં આવતું હતું.

જે કિસ્સામાં નાઈટ વેટના આધારે વર્કિંગ સમયની ગણતરી કરાઈ છે તેમાં હવે કોઈ વળતર આપવામાં આવશે નહીં. રાતના સમયે કરવામાં આવેલી ડ્યૂટીના દર કલાકની 10 મિનિટના આધારે ગણતરી કરાશે. સરકારના આધારે રાતના 10થી સવારના 6 સુધીના સમયને નાઈટ ડ્યૂટીમાં ગણાશે.

નાઈટ ડ્યૂટી એલાઉન્સને માટે બેઝિક પેના આધારે એક સિલિંગ નક્કી કરાઈ છે. કર્મચારીઓનું કહેવું છે કે નાઈટ ડ્યૂટી એલાઉન્સ માટે બેઝિક પેની સીલિંગ 43600 રૂપિયા પ્રતિ મહિનાના આધારે નક્કી કરાઈ છે. કેન્દ્ર સરકાર નાઈટ ડ્યુટી એલાઉન્સની રકમ દર કર્મચારીને બેઝિક પે અને નાઈટ ડ્યૂટીના આધારે આપશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.