પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારની સરકારી નોકરીઓ માટે એક જ પરીક્ષા લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશમાં સરકારી નોકરીઓ માટે ૨૦થી વધુ ભરતી એજન્સીઓ છે. સરકારી નોકરી માટે યુવાનોને અનેક પરીક્ષાઓ આપવી પડે છે. કેન્દ્રીય મંત્રીમંડળે તેને સમાપ્ત કરવા માટે એક ઐતહાસિક નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય ભરતી સંસ્થા(નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી, એનઆરએ) કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે જેનો લાભ કરોડો યુવાનોને મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.