દેશમાં સ્માર્ટફોન ચોરી થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઇ છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વેબ પોર્ટલને શરૂ કર્યું છે. જેમાં જો તમારો ફોન ખોવાઇ ગયો હોય અથવા ચોરી થયો હોય તો એ ફોનની સિસ્ટમ બ્લોક કરવામાં આવશે. જ્યારે IMEI નંબર અને સિમ બદલાશે તો પણ ડેટાબેસ સાથે જોડાશે
મોબાઇલ ફોન ચોરી થયા બાદ તેમાં રહેલા ડેટાનો દુરુપયોગ થવાની ઘટનાઓને લઇ ભારત સરકારે વેબ પોર્ટલ શરૂ કર્યુ છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકરે આ પોર્ટલ લોન્ચ કર્યુ છે.
મહારાષ્ટ્રના લોકો સૌથી પહેલાં આનો લાભ લઈ શકશે. જો યુઝર્સનો ફોન ચોરી થાય તો તેઓ આ પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. જ્યારે યુઝર્સ એફઆઈઆર નોંધાવવાની સાથે સાથે હેલ્પલાઈન નંબર 14422 પર કોલ કરીને દૂરસંચાર મંત્રાલયમાં સૂચના આપી શકીએ છીએ. ત્યારબાદ દૂરસંચાર વિભાગ ચોરી થયેલાં ફોનને બ્લોક કરી દેશે. દૂરસંચાર વિભાગ આઈએમઈઆઈ નંબરની સહાયતાથી ફોનની ભાળ મેળવશે.
આ સાથે સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ પર 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ આ સિસ્ટમમાંથી ખોવાયેલા અથવા ચોરાયેલા બધા સ્માર્ટફોનની સર્વિસને બ્લોક કરશે. પછી ભલે ફોનનો આઇએમઇઆઈ નંબર અથવા સિમ બદલી નાંખવામાં આવ્યો હોય. આ સિસ્ટમ ડિપાર્ટમેન્ટને લગભગ દરેક મોબાઇલના આઇએમઇઆઈ ડેટાબેસ સાથે જોડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.