પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝાંકી (દા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ) પણ વર્ષ 2020ની ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહીં મળે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવધે દાવો કર્યો છે કે આ વખતનાં ગણતંત્ર દિવસની પરેડમાં મહારાષ્ટ્રની ઝલકને ગૃહ મંત્રાલયે સ્વીકારવાથી ના કહી દીધી છે
આ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્રની ઝાંકી હંમેશાથી દેશ માટે આકર્ષણ રહી છે. જો આ જ કૉંગ્રેસનાં કાર્યકાળમાં થયું હોત તો મહારાષ્ટ્ર બીજેપીએ પ્રહાર કર્યા હોત.”
ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસનાં અવસર પર રાજપથ પર અનેક રાજ્યોની ઝલક જોવા મળે છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્રિય મંત્રાલયોની પણ ઉપસ્થિતિ હોય છે.આ વર્ષે થનારી પરેડમાં કુલ 22 ઝાંકી જોવા મળશે. આમાં 16 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની અનેક 6 કેન્દ્રિય મંત્રાલયો તરફથી હશે.
રક્ષા મંત્રાલય પાસે પરેડ માટે કુલ 56 પ્રપોઝલ આવ્યા હતા. રાજ્યો, મંત્રાલયો તરફથી ગણતંત્ર પરેડમાં જોવા મળનારી ઝાંકીને લઇને કેન્દ્ર સરકારની પાસે કુલ 56 પ્રોપઝલ આવ્યા હતા તેમાં પશ્ચિમ બંગાળની સરકારનું પ્રપોઝલ પણ સામેલ હતુ. કેન્દ્ર સરકારે બંગાળની ઝાંકીનું પ્રપોઝલ ફગાવી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.