કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યુ સોગંદનામું,દરેકના મોત પર વળતર આપવું રાજ્યોના નાણાં સામર્થ્યની બહાર

કોરોના સંક્રમણના કારણે મરનારાના પરિવારજનોને વળતર આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર કેન્દ્ર સરકાર તરફથી સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી મરનારાઓના પરિવારજનોને 4 લાખ રુપિયા વળતર ન આપી શકાય.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કોરોનાથી થનારા મોત પર વળતર સંબંધી અરજી દાખલ કરવાં આવી રહી છે.  આ અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને ઈમરજન્સી સંબંધિત અધિનિયમ 2005 અંતર્ગત સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને ચાર લાખ રુપિયા અનુગ્ર રકમ આપવાનો અનુરોધ કર્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના પ્રસાર અને પ્રભાવના કારણે દર્દીઓના મોત થયા છે.  તેમને પ્રાકૃતિક આફત હેઠળ વળતર નહીં આપી શકાય. સરકાર તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યું કે કેન્દ્ર અને રાજ્ય પહેલા જ રાજસ્વની અછત અને સ્વાસ્થ્ય ખર્ચમાં વધારેને કારણે આર્થિક ભીષણ અનુભવી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.