મનમોહન સિંહે કહ્યુ હતુ કે, સરકારે અત્યારે તો સરકારી કર્મચારીઓ અને સૈનિકોની સાથે ઉભા રહેવુ જોઈએ. કોંગ્રેસની એડવાઈઝરી કમિટીને સંબોધન કરતા સિંહે કહ્યુ હતુ કે, મારુ માનવુ છે કે, સરકારે આ પ્રકારનો નિર્ણય લેવાની જરુર નહોતી.
દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, લાખો કરોડોનુ બજેટ ધરાવતી બુલેટ ટ્રેન અને સંસદ ભવનના નિર્માણના પ્રોજેક્ટો પર રોક લગાવીને પૈસા બચાવવાની જગ્યાએ સરકાર પોતાના કર્મચારીઓ અને દેશના જવાનોના ભથ્થા પર રોક લગાવવાનો સંવેદનહીન નિર્ણય લઈ રહી છે.
પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે પણ નવા સંસદ ભવનના નિર્માણ પર રોક લગાવવા માટેની વાતનુ સમર્થન કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.