કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ થયુ ત્યારે સૌથી વધારે તકલીફ વતનથી દુર બીજા રાજ્યોમાં રોજગાર માટે ગયેલા શ્રમિકોએ વેઠી હતી.હવે સરકારે કબૂલ્યુ છે કે, માર્ચથી લઈને જુન મહિનાસુધી એક કરોડથી વધારે પ્રવાસી મજૂરો પગપાળા જ પોતાના ઘરે પાછા ફર્યા હતા.
જોકે સરકારે હજી સુધી એ નથી જણાવ્યુ હતુ કે, આ દરમિયાન કેટલા મજૂરોના મોત થયા હતા.માર્ગ પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી વી કે સિંહે લોકસભામાં જવાબ આપ્યો હતો કે, મોટી સંખ્યામાં મજૂરો પોતાના ઘરે ગયા હતા.
અત્યાર સુધીના ડેટા પ્રમાણે આ પૈકીના 1.06 કરોડ શ્રમિકો ચાલતા ચાલતા જ ઘરે જવા માટે મજબૂર થયા હતા. માર્ચ થી જુન વચ્ચે રસ્તાઓ પર 81000 દુર્ઘટનાઓ સર્જાઈ હતી.જોકે મંત્રાલય પાસે પ્રવાસી મજૂરોના આ દુર્ઘટનામાં થયેલા મોતના અલગ ડેટા નથી.
તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે સતત રાજ્ય સરકારનો એડવાઈઝરી જાહેર કરીને મજૂરોને ભોજન અને રહેવાની તથા સારવારની વ્યવસ્થા કરવા માટે કહ્યુ હતુ.સરકાર દ્વારા પણ તેમના માટે આ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 1 મે પછી તેમને ઘરે પહોંચાડવા માટે બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.