કેન્દ્ર સરકાર દ્વારા RBI ના નવા ડેપ્યુટી ગવર્નરની નિમણૂક, અર્થશાસ્ત્રમાં phd

કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે માઈકલ પાત્રાની નિમણૂંક કરી છે. પાત્રા આ પદ પરથી રાજીનામું આપનારા વિરલ આચાર્યનું સ્થાન લેશે. આ સાથે જ પાત્રા આરબીઆઈના ચોથા ડેપ્યુટી ગવર્નર હશે. પાત્રાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. નવા ડેપ્યુટી ગવર્નર મૌદ્રિક નીતિ વિભાગમાં કાર્યકારી નિર્દેશકના પદ પર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ મૌદ્રિક નીતિ (MPC)ના સદસ્ય પણ હતા. ગત્ત ત્રણ વર્ષની નીતિગત બેઠકોમાં પાત્રાએ મંદ પડેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વ્યાજ દરોમાં કપાત કરવાનું સમર્થન પણ કર્યું હતું.

માઈકલ પાત્રાનું પૂરૂ નામ માઈકલ દેવવ્રત પાત્રા છે. આઈઆઈટી મુંબઈમાંથી તેમણે અર્થશાશ્ત્ર વિષયમાં પીએચડીની ઉપાધી મેળવી છે. ઓક્ટોબર 2005માં મૌદ્રિક નીતિ વિભાગમાં કામગીરી બજાવ્યા બાદ તેઓ આર્થિક વિશ્લેષણ વિભાગમાં સલાહકારની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. વર્ષ 1985માં તેઓ રિઝર્વ બેંકની સાથે જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી રિઝર્વ બેંકના ઘણા પદો પર તેઓ કાર્ય કરી ચૂક્યા છે. તો બીજી તરફ હાર્વડ યુનિવર્સિટીમાંથી ફેલો પણ રહી ચૂક્યા છે. જ્યાં તેમણે નાણાંકિય સ્થિરતાને લઈ પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.