કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કાપના નિર્ણયનો કોંગ્રેસે કર્યો વિરોધ

 

કોંગ્રેસે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિ ના કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકારે સૈનિકો અને કર્મચારીઓના ભથ્થા કાપવાના બદલે સેન્ટ્રલ વિસ્ટા, બુલેટ ટ્રેન પરિયોજનાઓ અને નકામા ખર્ચા પર રોક લગાવવી જોઈએ.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ પણ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સૂચનોને માનીને કેન્દ્ર સરકાર પોતાના નકામા ખર્ચા પર રોક લગાવીને અઢી લાખ કરોડ રૂપિયા બચાવી શકે છે જેનો ઉપયોગ સંકટના આ સમયે લોકોની મદદ માટે થઈ શકે છે.

કોરોના વાઈરસની મહામારીથી સંકટ ઉભુ થયુ છે. આર્થિક મંદી અને આવકની તંગી પર મલમ લગાવવાના બદલે મોદી સરકાર મીઠુ ભભરાવવાની વાત કરે છે.

સૂરજેવાલાએ કહ્યુ મોદી સરકારે તાજેતરમાં જ 30,42,000 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યુ છે. બજેટમાં આવક અને ખર્ચનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો છે. તેમ છતાં બજેટ રજૂ કરાયાના 30 દિવસની અંદર જ મોદી સરકાર સેનાના જવાનો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોના મોંઘવારી ભથ્થા પર કાપ મૂકીને શુ સાબિત કરવા માગે છે.

મોંઘવારી ભથ્થામાં અન્યાયપૂર્ણ કાપથી લગભગ 1.13 લાખ સૈનિકો, કર્મચારીઓ અને પેન્શનરોના પગારથી વાર્ષિક 37,530 કરોડ રૂપિયાનો કાપ મૂકાશે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કાપ આપવાની આ કવાયતે દેશની રક્ષા કરનારા ત્રણેય સેનાઓના આપણા સૈનિકોને પણ બક્ષ્યા નથી. આ કપાતમાં સેનાઓના 15 લાખ સૈનિકો અને લગભગ 26 લાખ સૈન્ય પેન્શનરોના 11, 000 કરોડ રૂપિયા કાપી લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.