કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં થયા દાખલ

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 28 લાખને પાર પહોંચી ગયો છે. જેની ચપેટમાં કેટલાક વીવીઆઈપી પણ આવી રહ્યા છે. મોદી સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કોરોના પોઝિટિવ મળ્યા છે.

અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંક્રમિત મળ્યા હતા.ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યુ, અસ્વસ્થ્તાના કેટલાક લક્ષણ જોવા પર મે કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. મારી વિનંતી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેઓ સ્વયંને આઈસોલેટ કરીને ટેસ્ટ કરાવી લો. તમામ સ્વસ્થ રહો અને પોતાનુ ધ્યાન રાખો.

કોરોનાની ચપેટમાં અત્યાર સુધી કેટલાય વીવીઆઈપી આવી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈક, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ કોરોના પોઝિટીવ પ્રાપ્ત થયા છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના દર્દીઓનો આંકડો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આ બીમારીની ચપેટમાં અત્યાર સુધી 28 લાખથી વધારે લોકો આવી ચૂક્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધી સૌથી વધારે દર્દી સામે આવ્યા છે. આ આંકડો 69, 652 છે.

અગાઉ એક દિવસમાં ભારતમાં કોરોનાના આટલા દર્દી ક્યારેય મળ્યા નથી. લગભગ 54 હજાર લોકો આ મહામારીની ચપેટમાં આવ્યા બાદ જીવનની જંગ હારી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે ભારતમાં રિકવરી રેટ સારો છે અને હજુ પણ લગભગ 21 લાખ દર્દી સાજા થઈને ઘરે પહોંચી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.