- પીવાના પાણીની ગુણવત્તા ચકાસતા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્રના ખાદ્ય અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન રામ વિલાસ પાસવાનના ઘરેથી લીધેલા પીવાના પાણીના નમૂના પણ
ઉતરતી કક્ષાના હતા. એટલે કે એ પાણી પીવાલાયક નથી.
બીએસઆઇએ પાટનગર નવી દિલ્હીમાં દસ બાર સ્થળેથી પીવાના પાણીના નમૂના લીધા હતા અને લેબોરેટરીમાં એની ગુણવત્તા તપાસી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી.
BSIએ કોર્ટને કહ્યું હતું કે પાસવાનના બંગલેથી લીધેલા પાણીની ગુણવત્તા વાસ, એલ્યુમિનિયમ અને કોલીફોર્મના નક્કી થયેલા ધારાધોરણ મુજબનું નહોતું. કેન્દ્રીય પ્રધાનના બંગલાની આ સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોને શુદ્ધ પીવાનું
પાણી કેવી રીતે મળતું હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.