ગુજરાત ભાજપના નેતાઓ અને રૂપાણી સરકારના મંત્રીઓ સહિત રાજ્યની બ્યુરોક્રેસીને કોનો ડર લાગે છે તેવો પ્રશ્ન કોઇ પૂછે તો તેનો સીધો જવાબ આપતાં માંથું ખંજવાળવું પડે છે, કેમ કે ભાજપ અને સરકારને કોંગ્રેસનો ડર હોઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડર હોઇ શકે છે. મોંઘવારીમાં પિસાતી જતી જનતાનો ડર હોઇ શકે છે પરંતુ ના, એવો કોઇ ડર નથી.ગુજરાતમાં એક સમય એવો હતો કે બ્યુરોક્રેસી અને સરકારના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ફફડતા હતા. વહીવટી તંત્રમાં કોઇપણ નવી યોજનાનો લાભ શરૂ કરવો હોય કે કોઇપણ નિર્ણય લેવાનો થતો હતો ત્યારે મોદીને પૂછીને કામ થતું નથી, કારણ કે તેમનો ડર હતો. આનંદીબહેન પટેલની સરકારમાં પણ કેબિનેટ મંત્રીઓ તેમજ સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ મોદીના નામથી ફફડતા હતા. ખોટું કરવામાં પણ ડરતા હતા.તેઓ એવું માનતા હતા કે મોદીને ખબર પડશે તો આપણું આવી બન્યું પરંતુ હવે ગુજરાતમાં એવો ડર રહ્યો નથી. મોદીએ 2014માં ગુજરાત છોડ્યું હતું અને વડાપ્રધાન થયા હતા. શરૂઆતના એક વર્ષ સુધી લોકો તેમના નામથી ડરતા હતા. આજે સાત વર્ષનો સમય થઇ ગયો છે. હવે સરકારમાં લોકોને મોદીનો ડર નથી.ગુજરાત સરકારમાં હવે નરેન્દ્ર મોદીનો ડર રહ્યો નથી. સચિવાલયના વિભાગો હોય કે પછી જિલ્લાનું વહીવટી તંત્ર હોય, ક્યાંય પણ મોદીનો હાઉ નથી, કેમ કે ઓફિસરો અને કર્મચારીઓ જાણે છે કે મોદી વડાપ્રધાન છે. તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી ક્યારેય બનવાના નથી. હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ડર શરૂ થયો છે. ખાસ કરીને આઇપીએસ અધિકારીઓ અમિત શાહથી ડરી રહ્યાં છે.કેન્દ્રની કેબિનેટમાં મોદી પછી અમિત શાહ છે. બન્ને ગુજરાતી નેતાઓ છે. મોદીએ ગુજરાતની રખેવાળી અમિત શાહને આપી છે તેથી ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં અમિત શાહનો ડર સ્વાભાવિક છે. અમિત શાહ કેન્દ્રમાં ગૃહ મંત્રી હોવાથી આઇપીએસ ઓફિસરો વધારે ડરી રહ્યાં છે.અમિત શાહના નામથી હવે બ્યુરોક્રેસી ફફડી રહી છે. સચિવાલયમાં બાબુઓ એવું માને છે કે ગુજરાતનો હવાલો કેન્દ્રમાં અમિત શાહ પાસે છે તેઓ જ ગુજરાત સરકાર ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનું કોઇપણ ઇલેક્શન હોય, અમિત શાહ તેમાં દિલચસ્પી જરૂર રાખી રહ્યાં છે. શરૂઆતમાં ગુજરાતની બ્યુરોક્રેસી મોદીથી ડરતી હતી. હવે મોદીનો કરિશ્મા સચિવાલયમાં ઓછો થતો ગયો છે. અલબત્ત, જ્યારે મોદી ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે સરકારનું સમગ્ર વહીવટી તંત્ર મોદીમય બની જાય છે, એ બાબત અલગ છે પરંતુ તેમની ગેરહાજરીમાં કોઇ મોદીનું નામ દઇને કામ કરાવી શકતું નથી. ખાસ કરીને જિલ્લાના વહીવટી તંત્રને એવો કોઇ ડર રહ્યો નથી. ગુજરાતની વહીવટી તંત્ર અને જિલ્લાનું વહીવટી તંત્ર અમિત શાહના નામથી ફફડે છે. ગુજરાતમાં સાત વર્ષમાં આટલો બદલાવ આવ્યો છે. કેબિનેટ મંત્રીઓ પણ અમિત શાહ ગુજરાતમાં આવે ત્યારે તેમના પગ પાણી પાણી થઇ જાય છે. કેટલાક મંત્રીઓ અમિત શાહની સાથે ચર્ચા કરવાથી પણ ડરે છે. ગુજરાત સરકાર અને રાજ્યનું ભાજપનું સંગઠન મોદીએ અમિત શાહને હવાલે કર્યું છે.ગુજરાતમાં અમિત શાહ ઇચ્છે તેમ થાય છે જેમાં ગુજરાતની રૂપાણી સરકાર પણ બાકાત નથી. રાજ્ય ભાજપના ધારાસભ્યો તો આજે પણ અમિત શાહથી ફફડી રહ્યાં છે. ગુજરાતમાં પાર્ટી સંગઠનના સિનિયર નેતાઓ આસાનીથી એમ કહી શકતા નથી કે ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણની આવશ્યકતા છે. પાર્ટીનો કોઇપણ નેતા એમ કહી શકતો નથી કે સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં નિયુક્તિ કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.