કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સૌથી મોટી ભેટ, હવે લકઝરીયસ ક્રુઝની મજા ગુજરાતમાં

ગુજરાતના પ્રવાસીઓએ મોટા જહાજ એટલે કે ક્રુઝ વડે દરિયાઈ મુસાફરીના અનુભવ માટે બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં જવું પડે છે. જો કે હવે આ સમસ્યા ફરવાના શોખીનોને નહિ નડે કારણ કે મુંબઈ થી સૌરાષ્ટ્રના કેન્દ્ર શાસિત પ્રદેશ સુધીની એક લક્ઝરી ક્રુઝને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

મુંબઈ પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ શીપ સેવાનો બુધવાર સાંજથી પ્રારંભ થયો છે. મુંબઈ પોર્ટથી રાતે 8.30 વાગ્યે 400 પેસેન્જરો સાથેનું ક્રૂઝ દીવ જવા માટે રવાના થયું હતું. દીવ હવે ક્રૂઝ સેવા માટેનું નવું સ્થળ બન્યું છે.

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ આ તબક્કે જણાવ્યું હતું કે, નવી ક્રૂઝ સેવાનો પ્રારંભ એ આનંદની વાત છે, કેન્દ્ર સરકાર ક્રૂઝ બિઝનેસને વિકસાવવા માટે કટિબદ્ધ છે, આ બિઝનેસથી રોજગારની નવી તકોનું સર્જન થશે, સ્થાનિક-પ્રાદેશિક તંત્રને ઉત્તેજન મળે તેવી આ સેવામાં ક્ષમતા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે, મે 2020 સુધીમાં આ ક્રૂઝ શીપ દીવની 17 વાર મુલાકાત લેશે. દેશ ઉપરાંત વિદેશની પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ મુંબઈના દરિયા કિનારાથી “કર્ણિકા” નામની લકઝરી ક્રુઝ 400 પ્રવાસીઓ સાથે આજે એટલે કે 13મી નવેમ્બરે રાત્રે રવાના થઈ રહી છે જે 14 તારીખે સવારે 8 વાગે પહોંચશે. મનસુખ મંડાવિયાએ આ તમામ પ્રવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.