કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ, બિહાર અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોનાનો ચેપ લાગ્યો છે. સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. સ્મૃતિ ઇરાનીએ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તેમણે પોતાને હોમ આઇસોલેટ કર્યા હોવાની માહિતિ આપી છે. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઇરાની હાલમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતા હતા. તેમણે બિહાર અને ગુજરાતમાં હાલના દિવસોમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. બિહાર ભાજપના સ્ટાર પ્રચારકોમાં તેમનું નામ સામેલ છે.

સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ વાતની ઘોષણા કરવા માટે તેને સંબંધિત શબ્દો શોધવા મારા માટે મુશ્કેલ છે, માટે અહીં સરળ શબ્દોમાં જણાવું છું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરુ છુ કે તેઓ જલ્દીથી પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.