કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સીએએ (નાગરિકતા સંશોધન કાયદા)ને લાગુ કરી દેવામાં આવ્યો છે. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સીએએમાં રોહિંગ્યા મુસ્લિમોનો સમાવેશ નહીં થાય અને તેથી જ તેઓએ કાયદા પ્રમાણે આ દેશને છોડવો પડશે. તેમણે કહ્યું હતું કે સીએએ બાદ અમારો આગામી ટાર્ગેટ રોહિંગ્યાનો દેશ નિકાલ કરવાનો છે.
સાથે તેમણે રોહિંગ્યા કેવી રીતે જમ્મુ કાશ્મીરમાં આવ્યા અને કેવી રીતે અન્ય રાજ્યોમાં પણ પહોંચી ગયા તેની તપાસ થવી જોઇએ. જમ્મુમાં એક કાર્યક્રમમાં બોલતી વેળાએ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે જે દિવસે બન્ને ગૃહમાં સીએબી પસાર થઇ ગયો અને સીએએ બની ગયો તે દિવસથી જ તેનો જમ્મુ કાશ્મીરમાં અમલ પણ થઇ ગયો હતો.
તેમણે કહ્યું હતું કે હવે આગળ જમ્મુ કાશ્મીરમાં શું થશે તે સ્પષ્ટ કરી લઇએ, હવે જમ્મુ કાશ્મીરમાં જે રોહિંગ્યા મુસ્લિમો છે તેને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે કેમ કે તેઓ આ દેશના નાગરિક નથી અને તેમને સીએએ કાયદા અંતર્ગત કોઇ શરણ નહીં આપવામાં આવે કેમ કે તેમનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો. તેમણે દાવો કર્યો હતો કે સરકાર દ્વારા રોહિંગીયા મુસ્લિમોની એક યાદી તૈયાર કરવામાં આવશે અને તે અંતર્ગત બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.