નોકરે ચોરેલી હાર્ડડિસ્કની કેટલીક મહત્વપૂર્ણ માહિતી બીજા કોઈને મોકલી હોવાની શંકા
નવી દિલ્હી : કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ ના મુંબઈ વાળા ઘરમાં ચોરી કરનારા આરોપીને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. તેમનું આ ઘર મુંબઈના નેપ્યેંસી રોડ પર છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘરે કામ કરનારા એક નોકરે 15 કે 16 સપ્ટેમ્બરે ચોરી કરી હતી.
બુધવારની સાંજે મુંબઈ પોલીસ એ દિલ્હી થી એક નોકરની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ વિષ્ણુકુમાર વર્મા હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી થોડાક પૈસા અને હાર્ડડિસ્ક (Hard Disk) મળી છે. પોલીસને આશંકા છે કે આરોપીએ પોતાના ફોનથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી કોઈને મોકલી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
કહેવાય છે કે, આરોપી નોકર છેલ્લા 3 વર્ષથી કેન્દ્રીય મંત્રીના ઘરે કામ કરી રહ્યો હતો. હાલ આરોપીના ફોનને તપાસ સાઇબર સેલ મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ ડિલિટ કરવામાં આવેલા ઈ-મૅલ ની રિકવરીનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, આરોપીના સાથીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.