એવા સમયે જ્યારે સાંસદ પરવેશ વર્મા અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવાનાં કારણે નિશાના પર છે. ત્યારે બીજેપી સાંસદને આશ્ચર્યજનક રીતથી કેન્દ્રિય મંત્રીનું સમર્થન મળ્યું છે, જેમણે ના ફક્ત આ આરોપનું પુનરાવર્તન કર્યું, પરંતુ દાવો કર્યો છે કે તેમની પાસે આના માટેનાં પુરાવા પણ છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેજરીવાલ હવે એક ઉદાસ ચહેરા સાથે પુછી રહ્યા છે કે, શું હું આતંકવાદી છું?
ઉલ્લેખનીય છે કે સાંસદ પરવેશ વર્માનાં નિવેદનને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રચાર દરમિયાન મુદ્દો બનાવી લીધો છે અને જનતાને પુછી રહ્યા છે કે દિલ્હીએ એ વાત નક્કી કરવી પડશે કરે તેઓ આતંકવાદી છે કે નહીં. આમ આદમી પાર્ટીએ બીજેપીનાં આ દાવા પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજય સિંહે બીજેપીને પડકાર આપ્યો છે કે અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે તો બીજેપી તેમની ધરપકડ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.