કેન્દ્રીય મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, અમુક રાજ્યો પાસે આગામી મહિને પગાર આપવાના પૈસા નથી

  •  સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, કોરોના વાઈરસની મહામારીના લીધે કેન્દ્ર સરકારને આ નાણાંકિય વર્ષમાં લગભગ 10 લાખ કરોડની રેવન્યૂ ઓછી આવશે. આ સિવાય તેમણે કહ્યું કે, અમારી કેટલીક રાજ્ય સરકારો પાસે આગામી મહિને પગાર આપવાના પૈસા નથી.

ભોપાલમાં આયોજિત મધ્યપ્રદેશ જન સંવાદ ડિજિટલ રેલીને નાગપુરથી સંબોધિત કરતા ગડકરીએ કહ્યું, આજે સમગ્ર દુનિયા સંકટનો સામનો કરી રહ્યું છે. આજે આર્થિક યુદ્ધ પણ શરૂ થયું છે. ઘણી મુશ્કેલીઓ છે. ઘણું સંકટ છે. આપણા ગામડાં, ગરીબ, મજુરો અને ખેડૂતો સંકટમાં છે. અમારા ઉદ્યોગો સંકટમાં છે.

તેમણે જણાવ્યું કે, અમારી કેટલીક રાજ્ય સરકારો પાસે આગામી મહિનાનો પગાર આપવા માટે પૈસા નથી. ભારત સરકાર પર પણ સંકટ મોટું છે. રેવન્યૂમાં ઘટાડો થયો છે. આપણી 200 લાખ કરોડની જીડીપી છે. તેના 10% લગભગ 20 લાખ કરોડનું રૂપિયાનું પેકેજ અમે ઉદ્યોગો, ખેડૂતો અને સૌ માટે આપ્યું છે. લગભગ 10 લાખ કરોડ રેવન્યૂ ઓછી આવશે. તેમાં ઘટાડો આવશે તો 200 લાખ કરોડ રૂપિયામાંથી 30 લાખ કરોડ રૂપિયા જો આવી રીતે ગયા તો કેટલી વિકટ સ્થિતિ હશે?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.