શનિવારે ત્રણ કેન્દ્રીય મંત્રીઓને લઇને જઇ રહેલું પ્લેન ખરાબ હવામાનના કારણે જમ્મૂ ન પહોંચી શક્યું. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, અશ્વિની ચૌબે અને ડો. જિતેન્દ્રસિંહને લઇને જઇ રહેલી ફ્લાઇટને શ્રીનગર ડાઇવર્ટ કરવી પડી હતી. ત્રણેય મંત્રી જમ્મૂના પ્રવાસે જઇ રહ્યા હતા. હકીકતમાં કેન્દ્ર સરકારે 18થી 24 જાન્યુઆરી વચ્ચે 36 મંત્રીઓને જમ્મૂ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવાની વાત કહી હતી. આ મંત્રીઓને અનુચ્છેદ 370 હટાવ્યા બાદ છેલ્લા પાંચ મહિનામાં બનાવવામાં આવેલી વિકાસની નીતિઓનો પ્રચાર-પ્રસાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સરકારી સૂત્રો પ્રમાણે જમ્મૂમાં 51 અને શ્રીનગરમાં આઠ પ્રવાસ થવાના છે.
આ પહેલા શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓને જમ્મૂ-કાશ્મીરમાં કરવામાં આવેલા વિકાસના કામોનો સંદેશ સ્થાનિક લોકો સુધી પહોંચાડવાનું કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ગ્રામ્ય વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા અને સ્થાનિક લોકો સાથે સંવાદ કરવાનું પણ કહ્યું હતું. જમ્મૂ-કાશ્મીર જનારા દરેક 36 મંત્રીઓનો પ્રવાસ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે આગામી સાત દિવસોમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર કેન્દ્ર સરકારનો સંદેશ પહોંચાડી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.