દેશમાં કોરોના વાયરસ પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. કેરાલામાં કોરોના વાયરસના પોઝિટિવ એવા પાંચ કેસ બહાર આવ્યા છે. જેના કારણે હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 39 પર પહોંચી ગઈ છે. આ પહેલા જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાનો વધુ એક દર્દી સામે આવ્યો છે.
કેરાલાના સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ કહ્યુ હતુ કે, આ પાંચે દર્દીઓને આઈસોલોશેન વોર્ડમાં રખાયા છે.આ તમામ દર્દીઓ એક જ જિલ્લાના છે. આ પૈકીના ત્રણ લોકો ઈટાલી ગયા હતા. જ્યાંથી પાછા ફર્યા બાદ તેમના સંપર્કમાં આવેલા બીજા બે વ્યક્તિઓને પણ આ વાયરસે પોતાની ચપેટમાં લીધા છે.
ભારતમાં 39માંથી 16 દર્દીઓ એવા છે જેઓ ઈટાલી ગયા હતા અને ત્યાં તેમને આ વાયરસનો ચેપ લાગ્યો હતો. જેઓ ભારત પાછા આવ્યા બાદ કોરોના પોઝિટિવ મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.