CAAને પાછું ખેંચવાની માગમાં આજે આખા દેશમાં ઘણી જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં એક એવો વીડિયો આવ્યો કે, બધા હેરાન રહી ગયા. કેરળથી આ વીડિયો સામે આવ્યો છે. એકસાથે 60થી 70 લાખ લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કર્યો છે.
સીએએ પાછુ ખેંચવાની માંગ માટે કેરળમાં લોકો દ્વારા 620 કિલોમીટર લાંબી લાઈન બનાવવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ સત્તાધારી સીપીએમના નેતૃત્વમાં ડાબેરી ડેમોક્રેટિક મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. એલડીએફ દ્વારા કસરગોદથી કાલિયાક્કવિલાઇ સુધી લોકોએ લાઈન બનાવી એક સાંકળ જેવું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ માનવ સાંકળમાં આશરે 60થી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો. તો જુઓ તેનો ચોંકાવનારો વીડિયો….
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.