વેક્સિનેશન સર્ટિફિકેટ પર PM મોદીના ફોટા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને કેરળ હાઈકોર્ટે સોમવારે નકારી દીધી છે. અરજદારે કહ્યું હતું કે સર્ટિફિકેટ તેમની અંગત બાબત છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો યોગ્ય બાબત નથી. આ સંજોગોમાં હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે તમે નેહરુના નામવાળી સંસ્થામાં કામ કરો છો, તમે તેનું નામ બદલવાનો શા માટે પ્રયત્ન ન કર્યો? આ અરજી અંગે જે રસપ્રદ દલીલો થઈ તે જાણો….
અરજદારઃ વેક્સિન સર્ટિફિકેટ મારી પ્રાઈવેટ પ્રોપર્ટી છે. તેની પર મારા કેટલાક અધિકાર છે. મેં વેક્સિનેશન માટે પૈસા આપ્યા છે અને એ સર્ટિફિકેટ પર વડાપ્રધાનની તસવીર લગાવી એની ક્રેડિટ લેવાનો સરકારને કોઈ જ અધિકાર નથી.
હાઈકોર્ટઃ તેઓ દેશના વડાપ્રધાન છે, તેઓ અન્ય દેશના નથી. તેઓ આપણા જનાદેશથી સત્તામાં આવેલા છે. ફક્ત તમારા રાજકીય મતભેદને લીધે તમે આ બાબતને પડકારી શકો નહીં. તમે તમારા જ વડાપ્રધાનને લઈ શા માટે શરમ અનુભવો છો? 100 કરોડ લોકોને આ અંગે કોઈ મુશ્કેલી પડી રહી નથી. અને છેવટે તમારે સમસ્યા શા માટે છે?દરેક વ્યક્તિનો રાજકીય અભિપ્રાય અલગ હોઈ શકે છે, પણ તેઓ અત્યારે આપણા વડાપ્રધાન છે. મને લાગે છે કે તમે કોર્ટનો સમય બગાડી રહ્યા છે.
અરજદારઃઅન્ય દેશોમાં જે વેક્સિન સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે એની પર તેમના વડાપ્રધાનનો ફોટો નથી.
હાઈકોર્ટઃ તેમને તેમના વડાપ્રધાન પર ગર્વ નહીં હોય. આપણને આપણા વડાપ્રધાન પર ગર્વ છે. તમને ગર્વ હોવો જોઈએ કે તમારા વેક્સિનેશન સર્ટીફિકેટ પર તમારા વડાપ્રધાનની તસવીર છે.
અરજદારઃ મને ગર્વ હોય કે ન હોય, એ મારી વ્યક્તિગત પસંદગી છે.
હાઈકોર્ટઃ તમે જવાહર લાલ નેહરુ લીડરશિપ ઈન્સ્ટિટ્યૂટ નવી દિલ્હીમાં સ્ટેટ લેવલના માસ્ટર કોચ છો. તો તમે એવી સંસ્થામાં કામ કરો છો, જેમનું નામ વડાપ્રધાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. તમે યુનિવર્સિટીને તેનું નામ બદલવા માટે શા કારણે કહી શકતા નથી?
PM મોદીની તસવીરો પર અરજદારોને વાંધો હોવાના કારણ
વડાપ્રધાનની તસવીર સર્ટિફિકેટ પર લગાવવાથી પ્રજાને કોઈ જ ફાયદો થઈ રહ્યો નથી
કોઈનું સર્ટિફિકેટ તેની પ્રાઈવેટ પ્રોપર્ટી છે, તેની ઉપર જે-તે વ્યક્તિની માહિતી રહેલી હોય છે. તે પ્રચારની જગ્યા નથી
ફોટો લગાવી સર્ટિફિકેટ આપનારને પોતાની વાત સંભળાવવા મજબૂર કરાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.