કેરાલા સરકારે સ્વીકાર્યુ, કોરોનાનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યુ છે

કેરાલા દેશનુ એવુ પહેલુ રાજ્ય છે જ્યાં સરકારે આ પ્રકારે સત્તાવાર રીતે એકરાર કર્યો છે કે, કોરોનાનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યુ છે અને શહેરોથી લઈને ગામડાઓ સુધી કોરોના વાયરસ ફેલાઈ ગયો છે.

આનો અર્થ એ છે કે, કેરાલામાં વાયરસ ક્યાંથી કોને લાગ્યો તેનો પતો મેળવવો મુશ્કેલ છે અને કેટલાક વિસ્તારોમાં કોઈને પણ તેનો ચેપ લાગી શકે છે.બુધવારે પહેલી વખત કેરાલામાં એક દિવસમાં 1038 કેસ સામે આવ્યા હતા. એ પછી દર્દીઓની સંખ્યા વધીને 15000ને પાર કરી ગઈ છે. બુધવારે કેરાલામાં 28000 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

એક જ દિવસમાં 1164 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. કેરાલા સરકારના કહેવા પ્રમાણે સૌથી વધુ ગંભીર સ્થિતિ તિરુવનંતપુરમમાં છે.

બુધવારે એક જ દિવસમાં 758 વ્યક્તિઓ એવા હતા જે બીજા વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થયા હતા.જેના આધારે સરકારે આશંકા વ્યક્ત કરી છે કે, કેરાલામાં કોરોનાનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.