કેરાલામાં થયેલા ખ્રિસ્તી યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને નવો વિવાદ સર્જાયો છે.
કેરાલાના ત્રિશુર જિલ્લામાં આવેલા સાયરો માલાબાર ચર્ચે ખ્રિસ્તી યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને ગેરકાયદેસ ગણાવ્યા છે અને આ લગ્ન કરાવનારા બે પાદરીઓને સસ્પેન્ડ કરી દીધા છે.લગ્ન વિધિ દરમિયાન ખ્રિસ્તી ધર્મના કેનન લો નામના કાયદાનુ પાલન કરાયુ નહોતુ એટલે આ લગ્ન માન્ય ગણાય નહીં.ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે ખ્રિસ્તી યુવતી અને મુસ્લિમ યુવકના આ ચર્ચમાં લગ્ન થયા હતા.
જેને લઈને થયેલા વિવાદ બાદ ચર્ચ દ્વારા તપાસ સમિતિ બનાવવામાં આવી હતી.જેમાં ખબર પડી હતી કે, લગ્ન કરાવનાર પાદરીએ કેનોન લોનુ પાલન કર્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.