મહારાષ્ટ્રમાં 5 લાખથી વધારે ડોઝ ખરાબ થયા,કેરળમાં એક પણ ડોઝ ખરાબ નથી થયો

દેશમાં કોરોનાની રસીના અલગ અલગ રાજ્યોમાં 58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા. કેન્દ્ર સરકારે તેનો એક ડોઝ 150 રુપિયાના લેખે ખરીદ્યો હતો.

અત્યાર સુધીમાં 58, 36, 592 ડોઝ બર્બાદ થયા છે. જેની કિંમત લગભગ 87.55 લાખ રુપિયા છે. સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા 1.06 કરોડ ડોઝમાંથી 90 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 5 લાખથી વધારે ડોઝ ખરાબ થઈ ગયા છે.

રિપોર્ટ મુજબ કેરળને બાદ કરતા એક પણ રાજ્ય એવું નથી જેના રસીખરાબ થવાનો દર શૂન્ય હોય. ગત 35 દિવસમાં 5 વાર રાજ્યોને આ માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.

હકિકતમાં કોવિશીલ્ડના એક વોયલમાં 10 લોકોના ડોઝ હોય છે.  જ્યારે કોવાક્સિનના એક વોયલમાં 20 ડોઝ હોય છે.  એક વાર વોયલ ખુલી જાય છે તો ચાર કલાક માટે અંદરના તમામ ડોઝ લગાવવા જરુરી છે. પરંતુ કેન્દ્ર પર જોવા મળી રહ્યુ છે કે એક એક વોયલમાં 4થી 5 ડોઝ ખરાબ થઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે સવારે જ્યારે રસીકરણની સમીક્ષા કરવામાં આવી તો ખબર પડી કે 13 એપ્રિલથી સવારના 8 વાગ્યા સુધી દેશમાં 10, 85, 33, 085 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.  જ્યારે રાજ્યોમાં કુલ ખપત 11, 43, 69, 677 ડોઝ આપવામાં આવ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.