કેસરીયા કમળનુ પાણી છાંટી કોગ્રેંસનો હાથ પવિત્ર કરવાની રમતમાં:ગાંઘી અને સરદારના ગુજરાતની આબરુની સોદાબાજી

રાજ્યસભાની 4 બેઠકો માટે સ્થિતી સ્પષ્ટ થઈ ગઈ છે. બેમાંથી એક ઉમેદવારની હાર નક્કી થઈ છે. મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય કેવડીયામાં આવેલા સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા પૂતળા નીચે દબાઈ ગયા છે. તેઓ હવે પ્રવાસન નિગમના ચેરમેન બની શકે છે. કેવડીયામાં સરદાર પટેલના પુતળાના કામ મળી શકે છે.  12 વખત પ્રધાનોના અંગત મદદનીશ કે રહસ્ય સચિવ રહેલાં મેરજા 2017થી ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે વિજેતા બન્યા હતા. તેમનું રાજીનામું અને ભાજપ પ્રવેશ કોંગ્રેસ માટે મોટી ખોટ અને મોટા ઝાટકા સમાન છે.

રાજ્યસભાની ચૂંટણી માર્ચમાં જાહેર થઇ તે વખતે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપેલા હતા.  ગઇકાલે વધુ બે અને આજે 1 ધારાસભ્યોએ રાજીનામા આપેલા છે. બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દેતાં ધારાસભાની 8મી બેઠક ખાલી પડી છે. આ અગાઉની રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં 12 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા.

કોંગ્રેસનો ગંદા થયેલા હાથ પર હવે કમળનું કેસરી પાણી છાંટે એટલે તે નર્મદાની જેમ પવિત્ર થઈ રહ્યાં છે. ભાજપના 99 ધારાસભ્યો ચૂંટાયા ત્યારથી પક્ષાંતર કરાવીને ભાજપમાં લઈ જવામાં આવી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો હવે ગુજરાતને વેંચવા અને ખરીદવા બેઠા છે. ખરદીદનારા તો ખરીદે પણ વેંચનારા વેંચાઈ રહ્યાં છે તેનું દુઃખ સમગ્ર ગુજરાતની જનતાને છે. સોનાના સિ્કકા માટે પોતાના પક્ષ જેવી દ્રોપદીને વેચી શકે છે. દ્રોપદીને ખરીદનારા બહુ છે. પણ વેચવા માટે પાંચ પાંડવો સૌથી વધું ધ્રુણાને પાત્ર છે. વેચાઈ જનારાઓ પોતાનું જમીર વેંચી રહ્યાં છે. દ્વોપદીને દાવ પર મૂકી રહ્યાં છે. ગુજરાત દેશ જ્યાં ગાંધી અને સરદાર પટેલ જનમેલા ત્યાં લોકશાહીનું ખરીદ અને વેચાણ થઈ રહ્યું છે.

રાજીનામાની ક્રોનોલોજી એ બતાવે છે કે, ભાજપને 99 બેઠકો મળી ત્યારથી ખરીદી, વેચાણ, શોદાબાજી, પક્ષપલટા શરુ થયા છે. આજે ભાજપના 103 ધારાસભ્યો થઈ ગયા છે. ભાજપમાં શંકરસિંહ વાઘેલાની જેમ કોઈ બળવો ન કરી શકે તેથી 99થી બેઠકો વધું હોવી જોઈએ. જેટલી વધે એટલી વધારવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ તેમાં મદદ કરી રહ્યાં છે. પ્રજાએ આપેલા જનાદેશની વિરૃદ્ધ થઈ રહ્યું છે તે કોઈ ઉકેલ નથી. તે રાજકીય ગંદવાડ ઊભો થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.