ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે સોશ્યલ મીડિયા પ્રિયંકા ગાંધીને આગળ પડતાં રાષ્ટ્રીય નેતા ગણે છે. પરંતુ તેઓ ૨૦૧૯ની સંસદીય ચૂંટણીમાં એમના ભાઈ અને તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીમાં જીતાડી શક્યાં ન હોતા.
મૌર્યે ઉત્તર પ્રદેશનાં રાજકારણમાં પ્રિયંકા ગાંધીની પ્રભાવહીનતા દર્શાવતા કહ્યું કે હું એમને ગંભીરતાથી લેતો નથી…તેઓ દર બે-ત્રણ દિવસે ફક્ત ટ્વીટ કરે છે. આથી અમે એમનું નામ પ્રિયંકા ટ્વીટર વાડરા પાડયું છે.
ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રવકતા અશોક સિંઘે મૌર્યના આક્ષેપોના પ્રતિભાવમાં કહ્યું કે ગાંધી કુટુંબે દેશ માટે એના સભ્યોના બલિદાન આપ્યા છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગના પ્રધાન એવા મૌર્યે પ્રિયંકા વાડરા સામે ટિપ્પણી કરતા અગાઉ સમગ્ર રાજ્યમાં ગાબડા પડેલા રસ્તાઓનું સમારકામ કરાવવું જોઇએ.
પ્રિયંકા ગાંધીએ અન્ય અનેક મુદ્દાઓ સાથે કોરોના વાઇરસના ઉપદ્રવના પગલે અમલી બનાવાયેલા લોકડાઉન દરમિયાન પોતાના વતન પાછા જઇ રહેલા સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યાઓને વાચા પણ આપી છે, એમ સિંઘે ઉમેર્યું.
કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે પ્રિયંકા ગાંધી ભાજપ શાસિત રાજ્યને નકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે માટે તેઓ યોગી આદિત્યનાથની સરકારની નીતિઓની ટીકા કરે છે. સ્થળાંતરિત શ્રમિકોના મુદ્દે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં શું થઇ રહ્યું છે એ જોવાની કોંગ્રેસને ચિંતા નથી. કોંગ્રેસ દ્રષ્ટિદોષથી પીડાઇ રહેલો પક્ષ છે, એમ એમણે ઉમેર્યું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.