કેસર પેંડાની હોય છે કંઈક અલગ જ મજા,તમે પણ બનાવી લો આ રિતે સ્વાદિષ્ટ પેંડા
- 2 કપ માવો
- 2 કપ બૂરું ખાંડ
- 2 ટીસ્પૂન દૂધ
- વીસ તાંતણા કેસર
- 10 નંગ પિસ્તાની કતરણ
સૌ પહેલાં તો કેસરને ગરમ દૂધમાં નાંખો આમ કરવાથી દૂધનો કલર બદલાઇ જશે. માવાને માઇક્રોવેવના સેફ બાઉલમાં કાઢીને એક મિનિટ માટે માઇક્રોવેવમાં રાખો. હવે તેને બહાર કાઢી લો.અને તેને સરખી રીતે હલાવી લો.
કેસર દૂધને માવામાં મિક્સ કરી દો અને એક મિનિટ સુધી તેને માઇક્રોવેવમાં રાખો. માવાને કુલ ચાર મિનિટ સુધી વારાફરતી માઇક્રોવેવમાં રાખો. માવો સારી રીતે શેકાઇ જશે. તે થોડો ઠંડો થાય એટલે ખાંડ ભેળવી દો. હવે તેમાં પિસ્તાની કતરણને પણ મિક્સ કરી લો. હાથ પર થોડું ઘી લગાવો અને તેને ચિકણા કરી લો. મિશ્રણમાંથી થોડો થોડો માવો લઇને તેના પેંડા વાળો. તેને થોડા દબાવી દો અને તેની પર પિસ્તાની 2-3 કતરણ લગાવો. તૈયાર પેંડાને પ્લેટમાં રાખી લો અને સાથે એક પ્લેટમાં સજાવો. હવે તમે તેને ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો છો
ગરમ માવામાં ખાંડ ભેળવવાથી મિશ્રણ પાતળું થઇ જાય છે અને પેંડા બનાવવાનું મુશ્કેલ. તેમ છતાં જો તે વધારે ઢીલું થઇ જાય તો તમે તેને ફ્રિઝમાં મૂકી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.