કેસૂડાના ફૂલના અઢળક ફાયદાઃ આયુર્વેદના જાણકારે જણાવ્યું કે કઈ રીતે ઉપયોગ કરી શકાય

Kesudo flower benefits: હોળી આવે ત્યારે જાણે કુદરત પણ રંગોમાં રગાઈ જતી હોય તેવો માહોલ કેસૂડા પર કેસૂડાના ફૂલ ખીલી ઉઠતા હોય છે, હાલ પણ રાજ્યના પંચમહાલ સહિતના ભાગોમાં કેસૂડા પર કેસૂડાના કેસરિયા ફૂલ ઝુલતા જોવા મળી રહ્યા છે. આ ફૂલના ઘણાં આયુર્વેદિક ફાયદા છે જેની નિષ્ણાતો દ્વારા વાત કરાઈ છે.

News18 Gujarati

અમદાવાદઃ પંચમહાલ સહિતના રાજ્યના વિવિધ ભાગોમાં હાલ કેસૂડાના ફૂલોથી એક અદ્ભૂત કુદરતી નજારો છવાયો છે. આ ફૂલના કારણે કુદરતને નિહાળવાનો અનેરો આનંદ ઉભો થયો છે તેની સાથે કેસૂડાના અઢળક ફાયદોઓની વાત પણ થઈ રહી છે. અહીં પણ આયુર્વેદના જાણકાર દ્વારા તેના ફાયદાની વાત કરવામાં આવી છે. વસંત ઋતુના આગમનની છડી પોકારતા મન મોહક કેસૂડાના ફૂલનો ઉપયોગ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં કરાયો છે.

પંચમહાલ જિલ્લાના માર્ગો અને જંગલમાં ચોતરફ હાલ કેસૂડાના ફૂલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. એક સમયે જ્યારે બજારમાં કેમિકલ યુક્ત રંગો ઉપલબ્ધ નહોતા ત્યારે કેસૂડોના ફૂલોના રંગથી ધુળેટી પર્વ મનાવવામાં આવતો હતો .કેસૂડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો કલર ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ધુળેટીને અનુલક્ષી કેસૂડાના ફૂલમાંથી બનાવેલા રંગના ઉપયોગથી રંગોત્સવ મનાવવા માટે અને તેના ફાયદાની વાત કરાતી હોય છે. આવામાં અગાઉ અમારી સાથે વાત કરી ત્યારે ગોધરાની શિવપુરી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેસૂડાના ફૂલોથી ધૂળેટીની ઉજવણી કરવાની વાત કરી હતી. આજની પેઢીમાં કુદરતી વનસ્પતિ અંગે જાગૃતિ કેળવાય એ માટે ગોધરાના કાશીપુરા ગામના પ્રકૃતિ પ્રેમી અને પ્રગતિશીલ ખેડૂત આજે પણ ગોધરા ખાતે બજારમાં આવી કેસૂડાના ફૂલ અને તેમાંથી બનાવેલા કલરનું વેચાણ કરી રહ્યા છે

.આ ઉપરાંત જલારામ આયુર્વેદીક કોલેજના પ્રોફેસર, વૈશાલી પાટીલ પણ અમારી સાથે અગાઉ વાત કરી હતી તેમાં સૌને કેસૂડાના ફૂલ થતાં ફાયદા જણાવવા ઉપરાંત કેમિકલ યુક્ત અંગોથી થતા નુકસાનની જાણકારી આપી હતી. તેમણે સૌને કુદરતી રંગો વડે રંગોત્સવની ઉજવણી કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કેસૂડાના ફૂલને પાણીમાં પલાડીને નહાવાથી ગરમીમાં રાહત મળવાની અને તેનો ઉકાળો પીવાથી થતા ફાયદા વિશે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેસૂડાના ફૂલને ગરમ કરેલા પાણીથી નાના બાળકો સહિત સ્નાન કરવાની પરંપરા જાળવી રહ્યા છે. કારણ કે તેનાથી શરીરને કેટલાક લાભો થવાની વાત કરવામાં આવી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.