કેટલાક દિવસોમાં કેટલાક સ્થાનો પર લોકડાઉન થઈ શકે છે – ઠાકરે

ઠાકરેએ કહ્યુ કે રાજ્યમાં કોરોનાના કેસ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જો કે તેમણે કહ્યું કે હજું કોરોના સંક્રમણથી સ્થિતિ બેકાબૂ નથી થઈ. મુંબઈના જેજે હોસ્પિટલમાં કોરોના વાયરસની રસીના ડોઝ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ આ વાત કહી હતી.

તેમણે કહ્યું કે વેક્સીનને લઈને કોઈ પણ પ્રકારના ખચકાટ કે ઘબરાહટની જરુર નથી. હું એ તમામ લોકોને અપીલ કરુ છુ કે  જે લોકો આની મર્યાદામાં આવે છે તે જલ્દીથી રસી લગાવે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પણ ભારત બાયોટેકની બનેલી કોવેક્સીન લગાવી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેની પત્ની રશ્મિ અને માતાએ પણ રસીના ડોઝ લીધા.

નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી પૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ હતુ. જિલ્લા પ્રભારી મંત્રી નિતીન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપર્ણ લૉકડાઉન રહેશે.

બજારોને શનિવારે અને રવિવાદે ખોલવાની પરવાનગી આપી હતી. પરંતુ હવે પુરી રીતે બંધ કરવાનું એલાન કરી દીધું છે. રાજ્યમાં પહેલીથી સામાજિક, રાજનીતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં જમાવડા પર પ્રતિબંધ લાગેલો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.