વધુ પ્રમાણમાં ડૉકટરો,નર્સો જેવા,આરોગ્ય કર્મચારીઓ મળી રહે તે માટે,કેટલાક મહત્વના નિર્ણયોને વડાપ્રધાને આપી છે મંજૂરી

વધુ પ્રમાણમાં ડૉકટરો (DOCTORS), નર્સો (NURSES) જેવા આરોગ્ય કર્મચારીઓ (HEALTH WORKER) મળી રહે તે માટે કેટલાક મહત્વના નિર્ણયોને વડાપ્રધાને મંજૂરી આપી છે જેમાં એનઇઇટી-પીજી પરીક્ષા હાલ ચાર મહિના સુધી મુલતવી રાખવાની બાબતનો સમાવેશ થાય છે જેથી વધુ પ્રમાણમાં ઇન્ટર્નો કોવિડ સેન્ટરોમાં કામ કરવા માટે ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રોત્સાહક પગલાંઓનો પણ આમાં સમાવેશ થાય છે, જેમ કે કોવિડ સારવાર કેન્દ્રોમાં 100 દિવસની સેવા આપનાર તાલીમી ડોકટરો, નર્સો વગેરેને આગામી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે .

વિદ્યાર્થીઓને પરીક્ષાનું આયોજન કરવા માટે નિર્ધારિત તારીખની જાહેરાત કર્યા પછી પરીક્ષા લેવાય તે પૂર્વે તૈયારીઓ કરવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય આપવામાં આવશે. આનાથી મોટી સંખ્યામાં ક્વોલિફાઇડ ડૉક્ટરો કોવિડની ફરજો માટે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત થશે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેડિકલ ઇન્ટર્ન્સને તેમના ઇન્ટર્નશીપ ફેરબદલીના ભાગરૂપે તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ વ્યવસ્થાપનની ફરજોમાં નિયુક્ત કરવામાં આવશે

જ્યારે પ્રોત્સાહક પગલાઓમાં જે વ્યક્તિ કોવિડ વ્યવસ્થાપનની કામગીરીમાં સેવાઓ આપવી રહ્યાં હોય તેને કોવિડ ફરજના ઓછામાં ઓછા 100 દિવસ પૂરાં કર્યાં પછી, ભવિષ્યમાં આવનારી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.