કેટલાક રિપોર્ટ આવ્યા હતા સામે,જેમાં કહેવાયું હતું કે ભારતના વેક્સીન રજિસ્ટ્રેશન પોર્ટલ,CoWINને હેકરોએ કરી લીધા છે હેક

હાલમાં કેટલાક રિપોર્ટ સામે આવ્યા હતા તેમાં કહેવાયું હતું કે ભારતના વેક્સીન રજિસ્ટ્રેશન પોર્ટલ  ‘CoWIN’ને હેકરોએ હેક કરી લીધા છે. હવે આ રિપોર્ટ પર કેન્દ્ર સરકારની તરફથી સફાઈ સામે આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આવા અજ્ઞાત મીજિયા રિપોર્ટમાં કહેવાયું છે કે  ‘CoWIN’ પ્લેટફોર્મ હેક થઈ ચૂક્યું છે. પહેલી વારમાં જ રિપોર્ટ ખોટા હોવાનું જણાઈ રહ્યું છે. પોર્ટલ પર વેક્સીનેશન ડેટા સેફ છે. જો કે મંત્રાલય અને Empowered Group on Vaccine Administration (EGVAC) આ કેસની તપાસ કમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમની મદદથી પણ કરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે પોર્ટલ પર વેક્સીનેશનના રજિસ્ટ્રેશન સંબંધી મુશ્કેલીઓ આવી રહી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે બસ્ટિંગ મિથ્સ ઓફ વેક્સીનેશનના નામથી જાહેર એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહ્યું કે કોવિનને હેક કરી શકાશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.