પશ્ચિમ રેલવે દ્વારા પૂરતા મુસાફરો ન હોવાને કારણે,અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોને,આગામી સૂચના સુધી કરવામાં આવી છે રદ્દ

પશ્ચિમ રેલવે દ્વારા પૂરતા મુસાફરો ન હોવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોને આગામી સૂચના સુધી રદ્દ કરવામાં આવી છે તથા કેટલીક ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે.

  1. ટ્રેન નંબર 02929 બાંદ્રા- જેસલમેર ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 07 મેથી તથા ટ્રેન નંબર 02930 જેસલમેર- બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 08 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે
  2. ટ્રેન નંબર 02908 હાપા- મડગાંવ ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 12 મેથી તથા ટ્રેન નંબર 02907 મડગાંવ- હાપા ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 14 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે
  3. ટ્રેન નંબર 09415 અમદાવાદ- માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ તારીખ 09 મેથી તથા ટ્રેન નંબર 09416 માતા વૈષ્ણોદેવી કટરા- અમદાવાદ સ્પેશિયલ તારીખ 11 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે.
  4. ટ્રેન નંબર 09239 હાપા- બિલાસપુર સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09240 બિલાસપુર- હાપા સ્પેશિયલ તારીખ 10 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે.
  5. ટ્રેન નંબર 02934 અમદાવાદ- મુંબઈ સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 02933 મુંબઈ- અમદાવાદ સ્પેશિયલ તારીખ 08 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે.
  6. ટ્રેન નંબર 09220 અમદાવાદ- એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્પેશિયલ તારીખ 10 મેથી તથા ટ્રેન નંબર 09219 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ- અમદાવાદ સ્પેશિયલ તારીખ 12 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે.
  7. ટ્રેન નંબર 09424 તિરુનલવેલી- ગાંધીધામ ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 10 મેથી તથા ટ્રેન નંબર 09423 ગાંધીધામ- તિરુનલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 13 મે,2021થી આગામી સૂચના સુધી રદ્દ રહેશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.