આજે અમે તમારા માટે બેબી પોટેટો મંચુરિયન બનાવવાની રીત જણાવીશું જે જોવામાં સરસ લાગવાની સાથે ખાવામાં પણ ટેસ્ટી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બેબી પોટેટો મંચુરિયન…
સૌ પ્રથમ એક કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરી લો. હવે તેમા આદુ, લસણ, ડુંગળી અને લીલી ડુંગળી ઉમેરીને સાંતળી લો. હવે તેમા બાફેલા બટેટા, સોયા સોસ, કેચઅપ, હોટ સોસ, ચિલી ફ્લેક્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા કોર્ન ફ્લોરની પેસ્ટ બનાવવા માટે પાણીની અંદર કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણને તૈયાર બટેટા વાળા મિશ્રણમાં ઉમેરી લો. હવે તેને ત્યાં સુધી સીજવા દો જ્યાં સુધી સોસ ઘટ્ટ ન થઇ જાય. બરાબર સીજી જાય એટલે ઉપરથી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.