મોદી સરકારે ખેડૂતની આવકને બે ગણી કરવાના હેતુથી અનેક યોજનાઓ શરુ કરી છે. તે યોજનાઓમાંથી એક છે પીએમ કિસાન સન્માન નિધિ. સરકારની આ એક એવી યોજના છે કે જેમાં ખેડૂતોના અકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવે છે.
ખેડૂત અકાઉન્ટમાં આવનારા વર્ષના 6 હજાર રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસાને 3 હપ્તે મોકલે છે. એટલે કે દરેક હપ્તો 2 હજાર રુપિયા ટ્રાન્સફર કરે છે.
અત્યાર સુધીમાં ખેડૂતોને 8 હપ્તામાં પૈસા મળી ચૂક્યા છે. કુલ મળીને આ યોજના હેઠળ 9.5 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ અપાઈ ચૂક્યા છે. સરકાર ખેડૂતોને 30 જૂનથી બેગણો ફાયદો ઉઠાવવાનો મોકો આપી રહી છે. આનાથી એ ફાયદો થશે કે બન્ને હપ્તા એક સાથે ખાતામાં આવશે.
સૌથી પહેલા PM Kisan સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર વિઝિટ કરો. આ બાદ Farmers Corner નામથી એક ઓપ્શન દેખાશે. એ બાદ તેની નીચે New Farmer Registrationનો વિકલ્પ આવશે. જેના પર ક્લિક કરવાનું છે. જેનાથી નવું પેજ ખુલશે. જેમાં તમને Aadhaar number અને Captcha ભરવાનું કરેશે. એ બાદ કેટલીક પર્સનલ જાણકારી ભરવાની રહેશે.
આ માટે 30 જૂન 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. હાલ 15 દિવસ બચ્યા છે. 30 જૂન પહેલા રજિસ્ટ્રેશન કરાવવા પર ખેડૂતોને જૂલાઈમાં આઠમો હપ્તો 2000 રુપિયા મોકલવામાં આવશે. રજિસ્ટ્રેશન કરનારનો આ પહેલો હપ્તો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.