ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીની થઈ સગાઇ, જુઓ કોણ છે તેમની મંગેતર

ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ કરી સગાઇ, ગુજરાતની આ યુવતિ સાથે બંધાયા સગાઇના તાંતણે અને જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને લોકો માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના અંગત જીવનને લઇને એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નીતિન જાની સગાઇના તાંતણે બંધાયા છે. તેઓએ મીનાક્ષી દવે સાથે સગાઇ કરી છે. ખજુરભાઇએ આ માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને ખજુરભાઇએ તેમની સગાઇની તસવીર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને પણ ટેગ કરી હતી.

નીતિન જાનીની બીજી પણ તસવીર સામે આવી છે, જે તેમની ભાવિ પત્ની મીનાક્ષીએ શેર કરી છે, જેમાં નીતિન જાની અને મીનાક્ષી દવે સાથે જોવા મળી રહ્યુ છે. નીતિન જાની આ તસવીરમાં યલો ટી શર્ટ અને ઓપન શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમની ભાવિ પત્ની મીનાક્ષીસ ડ્રેસમાં જોવા મળી રહી છે અને મીનાક્ષા તેમજ ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની બંને એકસાથે સુંદર લાગી રહ્યા છે. ખજુરભાઇએ હાલમાં જ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં તેમની સગાઇની તસવીર મૂકી છે અને જે બાદ ચાહકો કમેન્ટ સેક્શનમાં તેમને શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા છે.

સગાઇની તસવીરમાં નીતિન જાની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે અને તેમની મંગેતર મીનાક્ષી પણ સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે, ખજુરભાઇએ 8 નવેમ્બરના રોજ જ તેમના ઇન્સ્ટાગ્રામ પર સગાઇની જાણકારી તેમના ચાહકોને આપી હતી. જણાવી દઇએ કે, નીતિન જાનીને કોઇ ઓળખની જરૂર નથી. તેઓ હવે એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે અને ખજૂરભાઈ યૂટયૂબરની સાથે સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે અને તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય છે,

નીતિન જાનીએ બે અનાથ બાળકો જેમના માતા પિતા કેટલાય વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા તેમના માટે એક સરસ ઘર બનાવ્યું,ઘરની અંદર જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ વસાવી આપી અને તેના કારણે જ લોકોએ ખજુરભાઈને વંદન કર્યા હતા ને ખજુરભાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો અને જે બાદ પીએમ મોદીની નજરમાં પણ આવ્યો હતો અને તેઓ તે બંને બાળકો જય અને અવીને પણ મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.