ખાખીને દાગ લગાડનાર પોલીસ કર્મચારીને થશે સખત સજા..માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર પોલીસ કર્મીને સાંજે લવાશે અમદાવાદ..આરોપીને સખત સજા થાય તેવા અપાયા નિર્દેશો…
આજે સાંજ સુધી આરોપીને અમદાવાદ લવાશે. હત્યા પહેલાંના સીસીટીવી સામે આવ્યાં. ધીમી ગાડી ચલાવવાની ટકોર કરતા પોલીસ કોન્સ્ટેબલે વિદ્યાર્થીની હત્યા કરી લીધી. વિરેન્દ્રસિંહ પઢિયારા નામના સરખેજ પોલીસના આરોપીની ધરપકડ કરાઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલી વિદ્યાર્થીની હત્યા પહેલા CCTV આવ્યા સામે…આરોપી પોલીસકર્મી વિરેન્દ્ર પઢેરિયાના ગાડી ચલાવતા CCTV આવ્યા સામે…
વિરેન્દ્ર પઢેરિયા પૂરઝડપે ચલાવી રહ્યો છે કાર. મહત્વનું છે કે ર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી…હત્યારાને ઓળખવા માટે પોલીસે બુટલેગરની પૂછપરછ કરી હતી. હત્યાના ગુનાને પગલે પોલીસે જીમ, સોસાયટીઓ, સીસીટીવીઓ, દુકાનો, કાળા રંગની ગાડીઓના માલીકોની તપાસ, સાઉથ બોપલના વિવિધ જીમમાં તપાસ કરી હતી પોલીસે. અમદાવાદમાં ‘માઈકા’ના વિદ્યાર્થીની હત્યાના કેસમાં 48 કલાકમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે. વિરેન્દ્રસિંહ પઢેરિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પોલીસ કર્મચારી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે 48 કલાકમાં આરોપીને પંજાબથી ઝડપી પાડ્યો છે.ખાનગી ગાડીમાં વિરેન્દ્રએ ગુજરાત છોડ્યું હતું. ગાડીમાં ડ્રાઈવર તરીકે અન્ય આરોપીને પણ તપાસ થઈ રહી છે. તેનું નામ દિનેશ છે. આરોપીએ હત્યાની છરી અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. ભાગવામાં જેણે મદદગારી કરી છે તે દિનેશની પણ શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે, જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે પ્રિયાંશુ જૈન જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો તેનો એક મિત્ર પણ સાથે હતો. વિરેન્દ્રસિંહે હત્યા કર્યા બાદ છરી અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. દિનેશ નામનો અન્ય પોલીસ ડ્રાઈવર પણ તેની મદદ કરતો હતો તેવું સામે આવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક….
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હત્યારા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા મામલે યોજી બેઠક…આરોપી પોલીસકર્મીને અન્ય આરોપીઓની જેમ જ સજા આપવામાં આવશે..આજે સાંજ સુધી આરોપીને અમદાવાદ લાવવામાં આવસે…આરોપીને ઘટના સ્થળ પર લઈ જવાય તેવી શક્યતા..આરોપી પોલીસકર્મીને સખ્ત સજા થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપવામા આવ્યા.
બે દિવસની ફિલ્ડિંગના અંતે આખરે પોલીસે આરોપીને દબોચ્યોઃ
અમદાવાદ પોલીસ હત્યારાને પકડવા માટે રાત-દિવસ એક કરી રહી હતી. ગુનો ડિટેક્ટ કરવા માટે 50 પોલીસ જવાનોની ટીમ કામે લાગી હતી. આ ટીમે ગુનાના સ્થળ પાસેના અનેક CCTV તપાસ્યા. કાળા રંગની ગાડી સંભવિત ત્રણ એક્ઝિટ પોઈન્ટ પરથી પસાર થઈ છે કે કેમ તે તપાસમાં આવ્યું હતું. હત્યાના બનાવ વખતે પ્રત્યક્ષદર્શીએ આપેલી જાણકારી પ્રમાણે હત્યારાને પકડવા સ્કેચ તૈયાર કરીને શોધખોળ આદરી હતી.
હત્યારાની ઓળખ માટે બુલટેલગરોની પણ કરાઈ પૂછપરછઃ
હત્યારાને ઓળખવા માટે પોલીસે બુટલેગરોની પણ પૂછપરછ કરી હતી. હત્યાના ગુનામાં કાળા કલરની ગાડી વપરાઈ હોવાથી પોલીસે તમામ કાળા કલરની ગાડીઓના માલિકોની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં હત્યાના બનાવ પાસેની સોસાયટીઓમાં પૂછપરછ કરવા ઉપરાંત સોસાયટીઓના બેઝમેન્ટમાં તપાસ કરી હતી. આ ઉપરાંત હત્યારાના સ્કેચ પરથી તે જિમમાં જતો હોય તેવો આરોપી દેખાતો હોવાથી પોલીસે સાઉથ બોપલનાં તમામ જીમમાં તપાસ કરી હતી. અને આખરે 2 દિવસની મહેનત બાદ પોલીસે આરોપીનું પગેરું મેળવી લીધું. અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબથી આરોપીને દબોચી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.