ખાખી પહેરી એટલે એવું નથી કે ફાવે ત્યાં ડંડા મારો, દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહિ આવે : પોલીસવડા

  • ગુજરાતમાં લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. ત્યારે સાતમા દિવસે ગુજરાતમાં કુલ 73 કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે જ રિકવર થઈ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ સમય બધા માટે મુશ્કેલી પડે છે. પોલીસે સંવેદનશીલ સાથે ફરજ બજાવવી પડશે, તો લોકો પણ સંવેદના બતાવે. લોકો હેલ્થ કર્મચારીઓ અને અન્ય લોકોને હેરાન કરતા હોય સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ક્વોરેન્ટાઈનમાં પરત આવી રહ્યા છે, તેઓ સાથેનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.

અમદાવાદા પીઆઈએ શાકભાજીની લારી ઉંધી પાડવાના બનાવે અંગે તેમણે કહ્યું કે, આજે બનાવ બન્યો છે તે ખૂબ જ કમનસીબ ઘટના છે. કૃષ્ણનગરમાં જે બનાવ બન્યો છે તે પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ વ્યવહાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહિ અને ખાખીમાં આ વ્યવહાર કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહિ. ગરીબ સાથે સંવેદના હોવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.