વલસાડ જિલ્લા એલસીબી પોલીસે (LCB POLICE ) વિદેશ દારુની હેરાફેરી કરતાં એક પોલીસકમીઁ અને તેની પત્નીને ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ છે.મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણ (Daman) થી ભરૂચ (Bharuch) સુધી વિદેશી દારૂની ખેપ મારતો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
આથી વલસાડ (Valsad) જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) આરોપી પોલીસકર્મી અને તેની પત્નીની ધરપકડ પણ કરી સળિયા પાછળ ધકેલી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે ગાંધીના ગુજરાત (Gujarat) માં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે તેમછતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે.
જો કે આ વખતે વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ભરુચનાં પોલીસ અધિક્ષકની કચેરીમાં નોકરી કરતાં એક પોલીસકમીઁને તેની પત્નીને સાથે રાખી અને કારમાં વિદેશી દારૂની ખેપ મારતો રંગેહાથ ઝડપી પાડયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.