ખલિલ ધનતેજવીના અવસાનથી,કેટલાય સાહિત્ય પ્રેમીઓની આંખો અશ્રુઓથી છલાકાઈ ઉઠી હતી

વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. આ પંકતી છે ખલીલ ધનતેજવીની. જેમનું આજે નિધન થયુ છે.

તેઓ ‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ફક્ત ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.

સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.