વાપીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના પીડિત દર્દીનું મોત થતા બાકી રહી ગયેલું બિલ વસુલ કરવા માટે હોસ્પિટલે કાર કબજે કરી લીધી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સોંપતા પહેલા બીલના રૂ.2.08 લાખ ચુકવવા હોસ્પિટલે કહ્યું હતું. પણ દર્દીના પરિવાર પાસે આટલી મોટી રકમ ન હતી.
આ બિલ ભરવા માટે મૃતકના પરિવારે થોડો સમય માગ્યો હતો. પણ હોસ્પિટલમાંથી મૃતદેહ આપવાની ના પાડી દીધી. આટલાથી મામલો ન અટકતા પરિવાર પૈસા ન ભરી શક્યો તો હોસ્પિટલે એની કાર કબજે કરી લીધી. સરીગામના કોલીવાડમાં રહેતા લલીતાબેન વીરસિંહ ભાઈ બોચર (ઉ.વ.52)ની તબિયત એકાએક લથડતા તા.31 માર્ચના રોજ પરિવારજનો એમને વાપીની 21 સેન્ચુરી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
દર્દીઓના સગાએ કરેલો આક્ષેપ પાયા વિહોણો છે. દર્દીને 11 દિવસથી કોઈ ડીપોઝિટ લીધા વગર સારવાર આપવામાં આવી છે. કાર પણ દર્દીના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. મૃતક દર્દીના સ્વજનો એની મેળે કાર મૂકી ગયા છે. આ અંગેના અમારી પાસે લેખિતમાં પુરાવા છે. હાલ તો તેઓ કાર લઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.