સોમવારે ફેસબુક લાઈવદ્વારા મહત્વના નિર્ણયોની જાહેરત કર્યા બાદ મંગળવારે સીએમ વિજય રૂપાણીએ 8 મનપાના કમિશ્નરો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોનાના વધતાં જતાં કેસો અંગે ચર્ચા કરી હતી.
રૂપાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ( remdesivir ) ઈન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી દૈનિક ૨૦,૦૦૦ ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ. આપણે અત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૪ ટકાથી ઉપર હોય તો હોમ આઈસોલેશનમાં રહેવું જોઈએ. અગાઉ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત ૨૫૦ ટન હતી જે વધીને ૬૦૦ ટન સુધી પહોંચી છે. એટલે સ્વાભાવિક રીતે ઓક્સિજન માંગ વધી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૬૦ ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે. કોરોના મહામારી ગુજરાત તથા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહી છે. ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં ૧,૬૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં અગાઉ દૈનિક ૩૦૦ કેસને બદલે અત્યારે ૬,૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે.
કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા જ્યારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.