ખાનગી લેબોરેટરીઓ કોરોના ટેસ્ટના નામે મચાવી રહી છે લુટ,રુપાણી સરકાર કેમ ચુપ..?

ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં ખાનગી લેબોરેટરીઓ દ્વારા અધધ ભાવ વસૂલવામાં આવે છે જેને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રૂા. 4500માં થતાં કોરોના ટેસ્ટના ભાવ વાજબી કરવા માંટે માંગ ઉઠી રહી છે. આ અંગે મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને પત્ર પણ લખવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના ખાનગી લેબમાં ટેસ્ટના 4500 રૂપિયા લેવામાં આવે છે. જોકે અન્ય ઘણા રાજ્યોમાં ગુજરાત કરતા ઓછો ભાવ લેવાય છે. જેના કારણે રાજ્યભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરતવાસીઓએ અન્ય રાજ્યની જેમ ટેસ્ટનો ભાવ ઘટાડવાની માગ કરી છે.. સમગ્ર દેશમાં એક જ ભાવ રાખવાની સુરતવાસીઓ માગ કરી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, ઘણા લોકો પાસે પૈસા ન હોવાના કારણે તેઓ ટેસ્ટ કરાવતા નથી.

શહેરમાં હાલ કોરોના મહામારીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જો ટેસ્ટીંગ ચાર્જ પણ આટલો ઉંચો રાખવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કેવી રીતે તેનો ખર્ચ ઉપાડી શકે? સરકારની મંજૂરી બાદ લોકો પોતે જ ખાગની લેબોરેટરીમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જોકે ચાર્જ 4500 રૂપિયાની આસપાસ લેવામાં આવે છે. જે વ્યક્તિ પૈસા ટકે સધ્ધર છે તેઓને આ ચાર્જથી કોઈ ખાસ ફર્ક નહીં પડે પરંતુ જે વ્યક્તિ મહિને 10થી 20 હજાર રૂપિયા કમાય છે અને આખા પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના માટે 4500 રૂપિયા લાવવા ક્યાંથી? અને જો એક જ પરિવારમાં એકથી વધારે લોકોનું ટેસ્ટીંગ કરવું પડે તો મોટાભાગનો પગાર તો કોરોના ટેસ્ટીંગમાં જ જતો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.