દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી લેબને પણ કોરોના વાઇરસનું પરિક્ષણ કરવાની મંજૂરી આપી છે. જો કે આઇસીઅમઆર ટૂંક સમયમા ખાનગી લેબોરેટરીઓને આ ટેસ્ટ માટે ૪૫૦૦ થી ૫૦૦૦ રૃપિયાથી વધુ રકમ વસુલ ન કરવા નિર્દેશ આપે તેવી શક્યતા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરી માટે ગાઇડલાઇન જારી કરી હતી. આઇસીએમઆરએ ખાનગી ેલેબને મફતમાં ટેસ્ટ કરી આપવાની કરી હતી પણ કોઇ પણ ખાનગી લેબ ફ્રીમાં આ ટેસ્ટ કરવા તૈયાર ન થતાં આઇસીએમઆરએ આ ટેસ્ટની કીંમત મહત્તમ કીંમત ૪૫૦૦થી ૫૦૦૦ રૃપિયા
નક્કી કરી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૧ ખાનગી લેબોરેટરીઓએ સરકાર પાસે કોરોના વાઇરસની તપાસ કરવાની મંજૂરી માગી હતી.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ની ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન અનુસાર લાયકાત ધરાવનાર ફિઝિશિયનના પ્રિસ્ક્રીપશન વગર ખાનગી લેબોરેટરી કોરોનાનો ટેસ્ટ કરી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.