ખાનગી શાળાને રાજસ્થાન હાઇકોર્ટની લપડાક : કુલ ફીના 70 ટકા ફી એ પણ ત્રણ હપ્તામાં લેવાની રહેશે

કોરોના વાઇરસને પગલે દેશમાં લાગેલા લોકડાઉન બાદ સ્કૂલ ફીને લઇને ઉભા થયેલા વિવાદમાં રાજસ્થન હાઇકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ એસપી શર્માની કોર્ટે વાલીઓ પાસેથી કુલ ફીના 70 ટકા વસુલવાની છુટ આપી છે. ઉપરાંત વાલીઓ પર પડતા આર્થિક ભારણને લઇને પણ વ્યવસ્થા કરી આપી છે.

ગેહલોત સરકારે 9 એપ્રિલ અને 7 જુલાઇની ફી રોકવાના આદેશ કર્યો હતે. રાજ્ય સરકારના આ આદેશને પડકારતા કેથોલિક એજ્યુકેશન સોસાયટી, પ્રોગ્રેસિવસ એજ્યુકેશન સોસાયટી અને અન્ય એક શાળાએ રાજસ્થાન હાઇ કોર્ટમાં અરજી કરી હતી.

ત્રણ હપ્તા કરી આપવાના રહેશે

કોર્ટે શાળાના સંચાલકોને જ્યાં 70 ટકા ફી વસુલવાની છુટ આપી છે ત્યાં વાલીઓ પર આર્થિક બોજ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાઇ કોર્ટે વાલીઓને બાકી રહેતી રકમ ત્રણ કટકામાં ચુકવવાની વ્યસ્થા કરી આપી છે.

શાળા રદ નહીં કરી શકે નામ

કોર્ટે પોતના ચુકાદમાં તે પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઇ વાલી ત્રણ હપ્તામાં ફી ચુકવવામાં અસમર્થ છે તો તે બાળખનું નામ શાળા રદ નહીં કરી શકે. જોકે, આ પરિસ્થિતિમાં શાળા ઇચ્છે તો તેની ઓનલાઇન ક્લાસ બંધ કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.