હીન્દુ ધર્મ માં ખરમાસનો મહીનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય દર મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. મધ્ય ડિસેમ્બરમાં સૂર્યદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ માસને ખરમાસ કહેવામાં આવે છે. ખરમાસ મહિનાની શરૂઆત 15 ડિસેમ્બરે થઇ ચુકી છે. આ સમયે એક માસ માટે શુભ કાર્ય બંધ થઇ જાય છે અને કોઇ પણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી.
ખરમાસ 14 જાન્યુઆરી 2021ના રોજ મકર સંક્રાંતિ પર ખત્મ થશે. 14 જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ દિવસે મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવશે. આ દિવસે ખરમાસનો પણ અંત થશે. સામાન્ય રીતે ખરમાસના મહિનામાં કોઇ પણ પ્રકારના શુભ કાર્ય કરવામાં આવતા નથી પરંતુ કેટલાક વિશેષ ઉપાયોથી આ માસનો લાભ ઉઠાવી શકાય છે પરંતુ તેના માટે તમારે કેટલાક નિયમ માનવા પડશે.
સૂર્યને જળ ચઢાઓ :- સૂર્ય દેવને ધનુ રાશિમાં પ્રવેશ કરવાથી ખરમાસ લાગે છે. આ મહીને દરરોજ સૂર્યને જળ ચઢાવવાનો નિયમ બનાવી લો. સૂર્યદેવની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લો અને ઊગતા સૂરજને અર્ધ્ય આપી દો.
તુલસી પૂજા :- હિન્દૂ ધર્મમાં તુલસીનું પણ ખાસ મહત્ત્વ હોય છે. ખરમાસના મહીનામાં તુલસી પૂજા કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માસમાં દરરોજ સાંજે તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી તમારા જીવનની સમસ્યાઓ ઓછી થવા લાગશે.
જરૂરતમંદોને દાન :- ખરમાસના મહીને દાન અને પુણ્યનો મહીનો પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ મહીનામાં કરવામાં આવેલા દાનનું કેટલાય ગણું ફળ મળે છે. આ મહીનામાં વધારેમાં વધારે જરૂરતમંદો અને ગરીબોની મદદ કરવાનો પ્રયાસ કરો. આ મહીનામાં સાધુ-સન્યાસીઓની સેવા કરવાનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવે છે.
અગિયારસનું વ્રત :- ખરમાસના મહીનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા માટે ખરમાસમાં આવતી અગિયારસનું વ્રત કરો. માન્યતા છે કે ખરમાસની અગિયારસનું વ્રત કરનારને વૈકુંઠ ધામ મળે છે.
ગૌશાળા જાઓ :- ખરમાસના મહીનામાં ગાયોની પૂજા કરવી ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ મહીને ગૌશાળા જાઓ અને ગાયને ગોળ, ચણા ખવડાવો, જો આ શક્ય ન હોય તો ઘરમાં ગાયની મૂર્તિ અથવા તસવીર લગાઓ અને પૂજા કરો. આમ કરવાથી તમારી ઉપર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહેશે.
તીર્થ યાત્રા :- ખરમાસના મહીનામાં તીર્થ યાત્રા કરવી ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત આ મહીને ભગવત ગીતા, શ્રી રામ પૂજા, કથા વાચન, વિષ્ણુ અને શિવ પૂજન કરવું પણ શુભ માનવામાં આવે છે અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પીપળાની પૂજા :- ખરમાસના મહીનામાં દરરોજ પીપળાની પૂજા કરો. માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં દેવોનો વાસ હોય છે. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષને જળ આપો અને તેની પૂજા કરો. સાંજના સમયે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
લક્ષ્મી સ્તોત્રનો પાઠ :- આ મહીનામાં દરરોજ શુક્રવારે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. ખરમાસના મહીનામાં તેનો પાઠ કરનાર લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મીનો વાસ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.