વાળ ખરવાની સમસ્યા આજકાલ સમાન્ય જોવા મળે છે. તેની પાછળનું કારણ ખોટી લાઇફસ્ટાઇલ, વધતું પ્રદુષણ માનવામાં આવી શકે છે. એવામાં કોઇ છોકરીઓ આ સમસ્યાથી રાહત મેળવવા માટે અલગ-અલગ હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે થછે.
સરસિયાના તેલમાં રહેલા પોષક તત્વ વાળને મૂળથી પોષિત કરી તેને સુંદર, ભરાવદાર તેમજ લાંબા કરવામાં મદદ કરે છે.
સાંભળવામાં કદાચ અજીબ લાગશે પરંતુ ભીના વાળ પર સરસિયુ લગાવવું ખૂબ ફાયદાકારક રહે છે. તેનાથી વાળને મૂળથી પોષણ મળવાની સાથે ખરતા વાળ, ખોડો, ડ્રાયનેસ ની સમસ્યાથી રાહત મળશે.
તેને લગાવવા માટે એક બાઉલમાં સરસિયું લો હવે વાળ ધોયા બાદે તેને ભીના વાળ પર તેલને સ્કેલ્પથી લગાવતા આખા વાળ પર લગાવો. સ્કેલ્પને હળવા હાથે મસાજ કરો.
તમે તેલને નવશેકુ ગરમ કરીને ઉપયોગ કરી શકો છો. નવશેકા તેલથી માથામાં મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. તેનાથી વાળને પોષણ મળવાની સાથે તેનાથી જોડાયેલી સમસ્યાથી રાહત મળશે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.